મોદીસરકારે ગુજરાત સરકારના બે SEZ પ્રોજેક્ટની મંજૂરી રદ કરી
યુપીએ સરકાર વખતે ગુજરાત સરકારના એકમો દ્વારા બે એસઈઝેડ પ્રોજેક્ટ સ્થાપવાની મંજૂર થયેલી યોજનાઓ કેન્દ્રની વર્તમાન ભાજપ સરકારે રદ કરી હોવાનું વિરમગામના કોંગી ધારાસભ્ય ડો. તેજશ્રીબહેન પટેલે જણાવ્યું છે.
જીઆઈડીસી દ્વારા ગાંધીનગરમાં બાયોટેકનોલોજીનો એસઇઝેડ પ્રોજેક્ટ તથા ગુજરાત ગ્રોથ સેન્ટર ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કચ્છમાં હેન્ડિક્રાફટસ માટે એસઇઝેડ પ્રોજેક્ટ સ્થાપવાની દરખાસ્તો ૨૦૦૭માં યુપીએ સરકારે મંજૂર કરી હતી. ગુજરાત સરકારના આ બંને સાહસોની યોજના માટે ભારત સરકારના બોર્ડ ઓફ અપ્રૂવલ દ્વારા અવારનવાર સમય લંબાવી અપાયો હતો. હેન્ડિક્રાફટ એસઈઝેડના કિસ્સામાં તો કચ્છમાં મોટી ચીરોલ ગામ ખાતે ૧૩,૧૫,૯૬૮ ચોરસ મીટર જમીન પણ ફાળવાઈ હતી. આમ છતાં ડેવલપર્સ દ્વારા કોઈ પ્રવૃત્તિ નહીં થતા કેન્દ્રની ભાજપ સરકારે આ બંને પ્રોજેક્ટોની મંજૂરીઓ રદ કરી છે, એમ ડો. તેજશ્રીબહેને ઉમેર્યું હતું.
http://www.sandesh.com/article.aspx?newsid=3118432