મોદીજી વિરાટ કોહલી ની ટ્વીટ થી ઉત્તેજીત થઈ ફરી એકવાર સ્ટંટમેન ની ભુમિકા માં આવી ગયા : 13-06-2018
- મોદીજીએ વિરાટ કોહલીના ફિટનેસ વિડિઓ ટ્વીટથી ઉત્તેજિત થવાને બદલે રાહુલ ગાંધી જયારે ચોટીલા પર્વત ગણત્રીની મીનીટસમાં દર્શન કરી ઉતરી ગયા હતા ત્યારે એ રાહુલ ગાંધીએ તમને ચેલેન્જ આપી હતી એ ફિટનેસ ચેલેન્જ ઉપાડી લેવાની જરૂર હતી – જયરાજસિંહ
- પબ્લીસીટી સ્ટંટમાં માહેર વડાપ્રધાનશ્રી મોદીજી વિરાટ કોહલી ની ટ્વીટ થી ઉત્તેજીત થઈ ફરી એકવાર સ્ટંટમેન ની ભુમિકા માં આવી ગયા – જયરાજસિંહ
- સંઘની શાખામાં રમાતી કબ્બડી ની રમત રમી ટાંટીયાખેંચમાં નિપુણ બનેલા મોદીજીનું કૌશલ્ય દેશે જોયું જ છે – જયરાજસિંહ
- મોદી સાહેબ આપને માઈક ટાયસન સામે કુસ્તી લડવા દેશની જનતાએ સત્તા નથી સોંપી દેશની સુખાકારી માટે સુકાન સોંપ્યું છે-જયરાજસિંહ
- મોદીજી એ વિરાટ કોહલીની ફીટનેસ ચેલેન્જ ની નહી દેશની ફીટનેસની ચિંતા કરવાની જરૂર છે – જયરાજસિંહ
- લાહોરની કેક અને જુબાની ફેકમફેંક થી ના મોદી તંદુરસ્ત થઈ શકે, ના કાશ્મિર ફિટ રહી શકે કે ના દેશ – જયરાજસિંહ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો