મોદીજી તમારા ચમચાઓને સમજાવો, હું ડરતો નથી તમારાથી: રાહુલ ગાંધી

આજે ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જન્મજયંતી હતી તે નિમિત્તે કરેલા સંબોધનમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારથી તેમનો જન્મ થયો છે ત્યારથી આરએસએસના લોકો તેમના પર કિચડ ઉછાળી રહ્યાં છે. વડાપ્રધાન મોદી તેમના ચમચાઓ પર લગામ કસે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી દેશના વડાપ્રધાન છે પરંતુ તેમણે મારા ઉપર દરેક પ્રકારના આરોપ લગાવ્યાં છે. હું કહું છું કે સરકાર તમારી છે, તમામ એજન્સીઓ તેમના અન્ડર છે. છ મહિનાની અંદર તપાસ કરાવી લો અને મને જેલમાં નાખી દો. તમને કોઈ રોકશે નહીં. જો હું ખોટો હોઉ તો મને જેલમાં ધકેલી દો. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે તપાસ કરાવી લો અથવા તો પછી તેમના ચમચાઓને કહી દે કો કારણ વગર તેમના પર કાદવ ન ઉછાળે. હું ડરતો નથી અને હું રોકાઈશ પણ નહીં. કિસાનો અને ગરીબો સાથે જોડાયેલા મુદ્દાઓને ઉઠાવીને સરકારના જૂઠ્ઠાણા સામે લાવતો રહીશ. વડાપ્રધાન પર વધુ પ્રહાર કરતા કહ્યું કે સામે આવો અને તમારી 56 ઈંચની છાતી બતાવો.

વધુમાં કહ્યું કે ઈન્દિરા ગાંધી દરેક કોંગ્રેસ કાર્યકર્તાઓની મા હતી. તેમણે લોકોને શિખવાડ્યું છે કે કેવી રીતે સંગઠન તૈયાર થાય છે અને કેવી રીતે એક વિચારધારાને આગળ ધપાવાય છે. ઈન્દિરા ગાંધીએ દરેક ધર્મના લોકોનો સાથ મેળવ્યો હતો. નોંધનીય છે કે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આજે ફરીથી અમદાવાદમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં.

http://www.sandesh.com/article.aspx?newsid=3178354