મોદીએ નોટબંધીનો યજ્ઞ માત્ર 50 પરિવાર માટે કર્યો, બલિ ચઢાવી ગરીબોનીઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના 132માં સ્થાપના દિવસ પર રાહુલ ગાંધીએ મોદી અને આરએસએસને આડે હાથ લીધા હતા. રાહુલે કહ્યું, પીએમ કહે છે કે 8 નવેમ્બરથી તેમણે બ્લેકમની અને કરપ્શન સામે યજ્ઞ કર્યો. નોટબંધી એક યજ્ઞ છે, પરંતુ માત્ર 50 પરિવારો માટે કરી રહ્યા છે. દરેક યજ્ઞમાં કોઈને કોઈ બલિ ચઢે છે. આમાં મધ્યમ વર્ગ અને ગરીબોની બલિ ચઢી રહી છે.

મોદી-આરએસએસની વિચારધારા ડર ફેલાવનારી
– રાહુલે કહ્યું, મોદીએ નોટબંધીનો યજ્ઞ માત્ર 50 પરિવારો (એક ટકા અમીર) માટે કર્યો છે. ગરીબ આમ આદમી તેમાં પિસાતો ગયો.
– વડાપ્રધાને ક્યા આધાર પર રોકડ ઉપાડની મર્યાદા 24,000 નક્કી કરી દીધી? ખેડૂત બિયારણ અને ખાતર રોકડેથી ખરીદે છે, ક્યા આધાર પર મોદીએ લિમિટ નક્કી કરી દીધી. આ લોકોના રૂપિયા છે, સરકારના નથી.
– મોદી પોતાના ઉપર લાગતા આરોપો પર ચુપ કેમ છે? તેમના વતી કોઈ નિવેદન હજુ સુધી સામે આવ્યું નથી.
http://www.divyabhaskar.co.in/news/NAT-rahul-gandhi-attacks-on-modi-and-rss-on-congress-foundation-day-gujarati-news-5491846-PHO.html?ref=ht