મોંઘવારીનો માર ભાજપની ઉંઘતી સરકાર, પ્રજા ત્રાહિમામ
- ભાજપની ઉંઘતી સરકાર તાકીદે મોંઘવારીને કાબુમાં લે : નિશિત વ્યાસ
- “મોંઘવારીનો માર ભાજપની ઉંઘતી સરકાર, પ્રજા ત્રાહિમામ”
- ભાજપના સત્તાધીશો અને કાળા બજારિયાઓ વચ્ચેની મિલીભગત ખુલ્લી પડી ગઈ
- ભાજપ સરકાર સંગ્રાહખોરો અને કાળા બજારીયાઓને રાજકીય આશ્રય આપવાનો બંધ કરે
ગુજરાતની ભાજપ સરકારના દિશાહીન અને ભ્રષ્ટ વહીવટને કારણે કાળા બજારીયા અને સંગ્રાહખોરો બેફામ બનતા જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. “મોંઘવારીનો માર, ઉંઘતી સરકાર” ને ઝડપી પાડવા કોંગ્રેસ દ્વારા ૩૩ જીલ્લા અને ૮ મહાનગર મથકે સવારે ૧૧-૦૦ કલાકથી આક્રમક સુત્રોચ્ચાર કરી દેખાવો અને ધરણા કરવામાં આવ્યા હતા જેમાં કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા અને બાદમાં જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવોને નિયંત્રિત રાખવા માટે રાજ્યના મુખ્ય સચિવશ્રી ઉપરાંત દરેક જીલ્લાના અન્ન નાગરિક પુરવઠા કચેરીના વડાને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો