મોંઘવારીના મુદ્દે કોંગ્રેસે કાઢી સ્મશાન યાત્રા, ઠાઠડી કલેક્ટર ઓફિસ પર મૂકી
જોકે, તેમની સત્તા આવતા જ કાળાબજારિયા, સંગ્રહખોરો, વચેટીયાઓ અને દલાલોના અચ્છે દિનની શરૂઆત થઇ ગઇ અને બીજી બાજુ દેશના નાગરિકોના બુરે દિનની શરૂઆત થઇ છે. એક તરફ શાકભાજી, અનાજ, કઢોળ, તેલ, અને અન્ય ઘરવપરાશની ચીજોના ભાવ આસમાને ચઢ્યા છ. જ્યારે બીજી તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતાં તેઓ આત્મહત્યા તરફ વળી રહ્યા છે. ત્યારે આ બે વચ્ચેની મલાઇ કોણ ખાઇ રહ્યું છે તેની તપાસ જરૂરી બની છે. હાલ દાળના ભાવ પણ આસમાને પહોંચતા ગરીબોની અને મથ્યમવર્ગીય લોકોની હાલત કફોડી બની છે. ત્યારે મોંઘવારીને કાબુમાં લેવા કોંગ્રેસે જનતાનો અવાજ ઉઠાવ્યો હતો.કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે બપોરે 12.30 કલાકે કોંગ્રેસ ઓફિસથી રેલી કાઢવામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રમુખ કિસનભાઇ પટેલ, ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, મહામંત્રી ધર્મેશ ભોલા, વાપી શહેર પ્રમુખ નિમેશ પટેલ વગેરે કોંગ્રેસ અગ્રણીઓ જોડાયા હતા.