મેડીકલમાં ગુજરાતી મીડીયમનાં વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા સરકાર સુપ્રિમમાં જાય : 05-08-2017

  • મેડીકલમાં ગુજરાતી મીડીયમનાં વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા સરકાર સુપ્રિમમાં જાય
  • અંગ્રેજી મીડીયમ કરતાં ગુજરાતી મીડીયમમાં નીટનાં પેપર્સ ખૂબ જ અઘરાં હોવાથી ગુજરાતી મીડીયમનાં વિદ્યાર્થીઓને થયેલો અન્યાય દૂર કરોઃ ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાત રાજ્યમાં મેડીકલ અને પેરામેડીકલમાં પ્રવેશ માટે જાહેર કરાયેલાં પ્રથમ 4000 રેન્ક એનાલિસીસમાં ગુજરાતી મીડીયમનાં કુલ 47583 વિદ્યાર્થીઓમાંથી માત્ર 380 જ એટલે કે 0.79 ટકા વિદ્યાર્થી સ્થાન પ્રાપ્ત કરતા ગુજરાતી મીડીયમનાં વિદ્યાર્થીઓને હળહળતો અન્યાય થયો હોવાનું જણાવતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે નીટની પરીક્ષામાં ગુજરાતી મીડીયમનું પેપર કેટલું બધું અઘુરું હતું તેની આ સાબિતી ગણી કેન્દ્ર સરકારને ગુજરાતી મીડીયમનાં વિદ્યાર્થીઓને સાચો ન્યાય આપવા અપીલ કરી છે. આ માટે રાજ્ય સરકારે જ સુપ્રિમ કોર્ટમાં જઈ ગુજરાતના વિદ્યાર્થીઓને ન્યાય અપાવવો જોઈએ.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note