મેક ઈન ઈન્ડિયાના ગાણા ગાતી ભાજપ સરકાર જવાબ આપે તેવી માંગ : નીશીત વ્યાસે
સ્વદેશીના ગાણા ગાતી અને મેક ઈન ઈન્ડિયાના નામે કરોડો રૂપિયની જાહેરાત દ્વારા પ્રજામાં ભ્રામકતા ઉભી કરનાર મોદી સરકાર-ભાજપ સરકારે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમાના નિર્માણ, જાળવણી, ડીઝાઈનનો કોન્ટ્રકટ ચીની કંપનીને સોંપીને દેશના નાગરિકો સાથે વચનભંગ પ્રજાદોહ કર્યો છે ત્યારે મેક ઈન ઈન્ડિયાના ગાણા ગાતી ભાજપ સરકાર જવાબ આપે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તાશ્રી નીશીત વ્યાસે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા માટે સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી ગામે ગામથી લોખંડ એકત્ર કરી ભાજપે સંસદની ચુંટણી પહેલા દેશવ્યાપી અભિયાન કર્યું હતું. હકીકતમાં એકત્ર થયેલ લોખંડ ક્યાં છે, કઈ હાલતમાં છે તે અંગે કોઈ સત્તાવાર જવાબ મળતો નથી. સરકારી ખર્ચે વિવિધ પ્રદેશોમાં આ માટે ઉચ્ચ સનદી અધિકારીઓ અને મંત્રી-મંડળના સભ્યોએ પ્રવાસ કર્યો હતો. ભાજપ સરકાર હંમેશા બોલે કાંઇક અને કરે કાંઇક તે જ વાતને આગળ વધારતા હોય તેમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા માટેની તમામ કોન્ટ્રાક્ટ ચીની કંપનીને હવાલે કરી દીધો છે. ભાજપ સરકારનું આ કૃત્ય સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારા પર પણ આકરા પ્રહાર સમાન છે. રામ મંદિર માટે ગામે ગામથી શીલા પૂજન અને શીલા એકત્ર કરી કરોડો રૂપિયા રામ મંદિર માટે ભેગા કર્યા, નાગરિકોની આસ્થા અને ભાવના સાથે છેતરપીંડી કરી આજે આ શીલા ક્યાં છે અને આ નાણા ક્યાં છે તેનો કોઈ હિસાબ નથી. આવી અનેક બાબતો ભાજપની હંમેશા એક મોડશ ઓપરેન્ડી રહી છે, અગાઉ ગૌમૂત્રનું પણ સમગ્ર દેશમાં વેચાણ કરીને લોકોની ભાવનાથી મતની ખેતી કરી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો