‘મેઇક ઇન ઇન્ડિયા’ની વાતો કરો છો, ચાઇનાની પાછળ ભાગો છો

શક્તિસિંહ ગોહિલે ગુજરાત વિધાનસભામાં આજે બજેટ પરની સામાન્ય ચર્ચામાં ભાગ લેતાં નરેન્દ્ર મોદી સામે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, ‘મેઇક ઇન ઇન્ડિયા’ની વાતો કરો છો, ચાઇનાની પાછળ ભાગો છો. પરંતુ ચાઇનાને ભુલી જાઓ, આયનાને પ્રેમ કરો તો પણ બહુ છે. શક્તિસિંહ ગોહિલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિ અને બોલવાની છટાની નકલ કરતાં ગૃહમાં જણાવ્યું હતું કે, મેઇક ઇન ઇન્ડિયાની વાતો કરો ચો પરંતુ તેમાં લોગો તો બહાર બનાવો છો, ચાઇના… ચાઇના કરો છો પરંતુ ચાઇનાના લીધે એક લાખ લધુ ઉદ્યોગો બંધ થઇ ગયા. ચાઇનાનું ગ્રહણ લાગ્યું છે.
વાયબ્રન્ટ ગુજરાત-2017 માટે રૂ. 170 કરોડની બજેટ ફાળવણીની પણ ઠેકડી ઉડાડતાં શક્તિસિંહે જણાવ્યું હતું કે વાયબ્રન્ટમાં ગુજરાત સરકારે એન.એ.કન્સ્ટ્રકશન સાથે રૂ. 4250 કરોડનું એમ.ઓ.યુ. કર્યું હતું. જેમાં એન.એ. દ્વારા ગુજરાત સરકાર સાથે ભાગીદારી હોવાનું માર્કેટીંગ કરીને 3264 ગરીબ લોકો સાથે છેતરપીંડી કરી હતી. એન.એ.ના કૌભાંડ માટે ગુજરાત સરકારની નીતિ જવાબદાર હોવાનો આક્ષેપ કરી એન.એ.માં ફસાયેલા 3264 લોકોને નાણા રાજ્ય સરકાર ચુકવે તેવી માંગણી કરી હતી.

http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-1260648-NOR.html?seq=3