મુખ્યમંત્રી વિજય રૂપાણી વેપારી એટલે એમને તો ગુજરાતના ખેડૂતોની દુર્દશાનો ખ્યાલ ન હોય : 08-04-2017
મુખ્યમંત્રી વિજય રૂપાણી વેપારી એટલે એમને તો ગુજરાતના ખેડૂતોની દુર્દશાનો ખ્યાલ ન હોય પરંતુ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ તો ખેડૂત પુત્ર છે તેમ છતા ગુજરાતના ખેડૂતોની દયનીય હાલતનો ખ્યાલ નથી તે દુઃખ દ બાબત છે. નિતિન પટેલ કહે છે કે ખેડૂતો દેવાદાર નથી તો ૨૪૦૦૦ કરોડની લોન ગુજરાતના ખેડૂતોને કેમ લેવી પડી? ભાજપ સરકાર હંમેશા ખેડૂત વિરોધી રહી છે, એટલે જ છેલ્લા ૨૦ વર્ષમાં ખેડૂતોનો કોઈ જ મોટી રાહત આપી નથી.ભાજપ સરકારની અણઘડ નીતીઓને કારણે ખાતર, બિયારણ, જંતુનાશક દવા સહિત ખેત ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. ખેત ઉત્પાદનના ભાવોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને ઉપરથી ભાજપના સત્તાધીશો ઊંચો વેરો લૂંટે છે. તેવા સંજોગોમાં ખેડૂતોને પોતાનું કુંટુંબનું આર્થિક ભરણપોષણ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો