મુખ્યમંત્રી માનસિક સંતુલન ગુમાવી વ્યક્તિગત આક્ષેપ પર ઉતરી આવ્યા છે – જયરાજસિંહ
ભાજપની નકલી નર્મદા યાત્રાના ગામેગામ થયેલા વિરોધ અને ફ્લોપ યાત્રા સામે શ્રી રાહુલ ગાંધી અને કોંગ્રેસ ને મળી રહેલા પ્રચંડ જનસમર્થન થી બેબાકળા બનેલા મુખ્યમંત્રી માનસિક સંતુલન ગુમાવી વ્યક્તિગત આક્ષેપ પર ઉતરી આવ્યા છે – જયરાજસિંહ
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પોતે જ પરપ્રકાશિત ઉપગ્રહ છે અને કોઈની ચિઠ્ઠીથી બની બેઠેલા નેતા દેશના સૌથી લોકપ્રિય લોકનેતા માટે ગંગુ તેલી જેવા શબ્દ પ્રયોગથી ” કુંડુ કથરોટ ને ભાંડે ” તેવો ઘાટ થયો છે – જયરાજસિંહ
દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે જે પરિવારની બે પેઢી જેલમાં રહી હોય ..બે પેઢીએ શહીદી વ્હોરી હોય અને હાલની બે પેઢી શ્રી સોનિયા ગાંધી અને શ્રી રાહુલ ગાંધી એ ઇચ્છતા હોતતો ૨૦૦૪ અને ૨૦૦૯ માં વડાપ્રધાન બની ગયા હોત પરંતુ તેઓએ તેમના નેતા મોદીજીની જેમ પોતાના ગુરુને હડસેલી ને સત્તા હસ્તગત નહોતી કરી ..જયરાજસિંહ
રૂપાણી જેને રાજા ભોજ ગણાવી રહ્યા છે તે મોદીજી પોતાની તથાકથિત ગરીબીનુ ગાણું ગાઈને લોકોની લાગણીઓ સાથે રમી મતનું રાજકારણ ખેલે છે જયારે શ્રી રાહુલ ગાંધી દેશ માટે ખફા થયેલા પોતાના વ્યવસાયથી શ્રીમંત પરિવારના છે અને ગરીબોની વાત માટે રસ્તા પર ઉતાર્યા છે તેથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે- જયરાજસિંહ
ગુજરાતના મુખ્યમંત્રી એ રાહુલ ગાંધી અને મોદી વચ્ચે તુલના કરતા મોદીજીને રાજા ભોજ અને રાહુલજીને ગંગુતેલી ની ઉપમા આપી જે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે તીખી પ્રતિક્રિયા આપી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો