મુખ્યમંત્રી અને મંત્રી મંડળમાં ફેરફાર છતાં ગુન્હાખોરીના આંકમાં કોઈ ઘટાડો થયો નથી : 24-08-2016
મુખ્યમંત્રી અને મંત્રી મંડળમાં ફેરફાર છતાં ગુન્હાખોરીના આંકમાં કોઈ ઘટાડો થયો નથી. ઉલટાનું છેલ્લા ૨૬ દિવસમાં ૮ લૂંટના બનાવ માત્ર અમદાવાદમાં જ ભોગ બનેલા નાગરિકોએ રૂપિયા ૧૦૦ લાખથી વધુ નાણાં ગુમાવ્યા છે ત્યારે રાજ્યમાં વધી રહેલા ચોરી, લૂંટ, ધાડ, બળાત્કાર, અપહરણ સહિતના ગંભીર ગુનાઓમાં થયેલ વધારાએ સલામત ગુજરાતના ભાજપના ખોખલા દાવાઓનો પરપોટો ફોડી નાંખ્યો છે. બુટલેગરો, લૂંટારાઓ, અસામાજિક તત્વો બેફામ બન્યા છે, ત્યારે કાયદો વ્યવસ્થા કથળી ગયેલી સ્થિતિ માટે ભાજપ સરકાર જ જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, માત્ર અમદાવાદમાં બેફામ બનેલા લૂંટારુઓ ૨૬ દિવસમાં લૂંટની ૮ ઘટનામાં ૧૦૦ લાખ રૂપિયા જેટલી જંગી રકમ લૂંટી ગયા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો