મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીને મગફળી ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર રોકવા શા માટે પગલાં ન લીધા તે ગુજરાતની જનતાને જણાવે : 01-08-2018
- પેઢલા ખાતે રૂા. ૧૭.૧૭ કરોડની રેતી-માટીના ભેળસેળવાળી મગફળી ભાજપના આગેવાનોવાળી જુનાગઢ જિલ્લાની મોટી ઘણોજ મંડળીએ ખરીદી હતી.
- મોટી ઘણોજ મંડળીની ખરીદી બેનામી વ્યક્તિઓ પાસેથી ૩૫ કિલો માં ૨૦ કિલો માટી ભેળવીને ભાજપ પ્રમુખના ખાનગી જગ્યા ઉપરથી કરવામાં આવે છે. આગોતરી ફરિયાદ મંડળીના આગેવાનો અને ધારાસભ્ય હર્ષદ રીબડીયા કરી હતી.
- તા. ૨૪-૧૦-૨૦૧૭, તા. ૫-૨-૨૦૧૮ ના પત્રોથી ઘણોજ ગામના આગેવાનોએ મુખ્યમંત્રીશ્રી અને સી.આઈ.ડી. ક્રાઈમને કૌભાંડ રોકવા અને તપાસ કરવા વિનંતી કરી પરંતુ ભેળસેળવાળી મગફળી ખરીદી રોકાઈ પણ નહીં અને તાપસ પણ ના થઈ.
- તા. ૬-૨-૨૦૧૮ ના ધારાસભ્યશ્રી હર્ષદભાઈ રીબડીયાએ સી.આઈ.ડી. ક્રાઈમને તપાસ કરવા વિનંતી કરી પરંતુ કોઈ પરિણામ ના આવ્યું.
- ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી ભાજપના આગેવાનોને સાચવવા ચૂંટણી ફંડ કમાવવા અને ચૂંટણી જીતવા ખેડૂતો સાથે છેતરપીંડી કરીને રૂા. ૫૦૦૦ કરોડનું મગફળી ખરીદી કૌભાંડ આચરવામાં આવ્યું.
- ખરીદી એજન્સીની નિમણૂંક રાજ્ય સરકારની ભલામણથી અને નાણાંની ચૂકવણી ખરીદ એજન્સીઓ મારફત, ગોડાઉનની પસંદગી રાજ્યનું વેર હાઉસીંગ કોર્પોરેશન કરતું હતું. મલાઈ ખાવાનું કામ ભાજપના આગેવાનોએ કર્યું.
- જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લખતર ગામે રજીસ્ટર્ડ વગરની વ્યક્તિઓની સૂચનાથી સૂચિત મંડળીને મગફળી ખરીદવાની મંજૂરી અપાઈ અને ચાર તાલુકામાંથી ખરીદી થઈ.
- ૫ હજાર કરોડના મગફળી ખરીદીના ભ્રષ્ટાચારની તપાસ ગુજરાત હાઈકોર્ટના સીટીંગ જજની દેખરેખ હેઠળ એસ.આઈ.ટી. બનાવીને તપાસ કરવા અને જવાબદાર ભાજપના આગેવાનોની ધરપકડ કરવા માંગણી
- મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીને મગફળી ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર રોકવા શા માટે પગલાં ન લીધા તે ગુજરાતની જનતાને જણાવે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો