મુક્ત, નિષ્પક્ષ, ન્યાયિક, પારદર્શક ચૂંટણી યોજવાની બંધારણીય જવાબદારી… : 19-02-2021
મુક્ત, નિષ્પક્ષ, ન્યાયિક, પારદર્શક ચૂંટણી યોજવાની બંધારણીય જવાબદારી રાજ્ય ચૂંટણી પંચની છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચ ભાજપા સરકારનું વાજિંત્ર હોય તે રીતે નામદાર વડી અદાલતના ચુકાદા બાદ ભાજપાના નેતાઓએ પોતે કરેલા કારનામાનો વિજય થયો હોય તેમ કરેલા નિવેદન પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યના ૬ મહાનગરો અને ૩૧ જીલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અલગ-અલગ મતગણતરી અને પરિણામજાહેર કરવાના રાજ્ય ચૂંટણી પંચના જાહેરનામાને વિવિધ મતદારોએ નામદાર વડી અદાલતમાં અરજીકર્તા બનીને પડકારી હતી.નામદાર વડી અદાલતના ચુકાદાનો અભ્યાસ કરીને કાનૂની વિકલ્પ જે તે અરજીકર્તાએ વિચારવાનો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો