મીશન 2022ને લઈને ગુજરાત કોંગ્રેસ એક્શનમાં, શહેરી વિસ્તારની અંદાજિત 60 બેઠકો કબજે કરવા મંથન
અમદાવાદ: મીશન 2022માં શહેરી બેઠકો જીતવા કોંગ્રેસે મંથન શરૂ કરી દીધુ છે. 8 મહાનગરોના આગેવાનો સાથે પ્રમુખ જગદીશ ઠાકોરે મંથન શરૂ કર્યું છે. શહેરી વિસ્તારની અંદાજિત 60 બેઠકો માટે કોંગ્રેસ ચર્ચા કરશે.
અમદાવાદ: મીશન 2022માં શહેરી બેઠકો જીતવા કોંગ્રેસે મંથન શરૂ કરી દીધુ છે. 8 મહાનગરોના આગેવાનો સાથે પ્રમુખ જગદીશ ઠાકોરે મંથન શરૂ કર્યું છે. શહેરી વિસ્તારની અંદાજિત 60 બેઠકો માટે કોંગ્રેસ ચર્ચા કરશે. રાહુલ ગાંધીએ ઉદેપુરમાં આપેલી સૂચના બાદ પ્રમુખે બેઠક બોલાવી છે. રાહુલ ગાંધીએ શહેરી વિસ્તાર માટે અલગ રણનીતિ બનાવવા સૂચના આપી હતી. ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજીત બેઠકમાં રણનીતિ અને આંદોલનાત્મક કાર્યક્રમો ઘડવામાં આવશે. 8 મહાનગરોના તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મહાપાલિકાની ચૂંટણી લડી ચૂકેલા તમામ લોકોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. શહેર પ્રમુખો અને ઉપપ્રમુખોને પણ હાજર રહેવા સૂચના અપાઈ છે.
https://gujarati.abplive.com/news/ahmedabad/jagdish-thakor-held-a-meeting-with-the-congress-leaders-of-8-metros-771201