માન. પ્રધાનમંત્રીશ્રીને પત્ર : 23-04-2021
કેન્દ્ર સરકાર દ્વારા તા. ૭-૦૪-૨૦૨૧ ના ED / MISC / 273 / 2020-3 થી તમામ રાજ્યોના ડ્રગ કન્ટ્રોલરને રેમડેસીવીર ઈન્જેક્શન ઉપલબ્ધ થાય અને કાળા બજારી અટકે તે માટે પત્ર લખ્યો છતાં ગુજરાત સરકારમાં ગંભીરતા જણાતી નથી. સમગ્ર દેશમાં જુદી જુદી સાત દવા કંપની રેમડેસવીર ઈન્જેક્શનનું ઉત્પાદન કરે છે, જેની કિંમત પણ અલગ અલગ છે. કોરોના મહામારી અને વધતા જતા સંક્રમણને ધ્યાને લઈ રેમડેસીવીર ઈન્જેક્શનના નિકાસ પર પ્રતિબંધ અંગે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો