માનગઢ ખાતે એકત્ર થનાર આદિવાસી ભાઈ-બહેનો : 08-08-2016

તા. ૯મી ઓગષ્ટ, ૨૦૧૬ ને  “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતના આદિવસીઓ દિવાળીની જેમ ઉજવે છે ત્યારે અંબાજીથી ઉમર ગામ સુધીના દરેક જિલ્લામાંથી આદિવાસીઓ સંતરામ પુર પાસે આવેલ ઐતિહાસિક માનગઢ પહાડી ખાતે ભેગા થાય છે. હજારોની સંખ્યામાં માનગઢ ખાતે એકત્ર થનાર આદિવાસી ભાઈ-બહેનો તેમના હક્ક અને અધિકાર માટે પૂર્ણ ચર્ચા કરશે. એ.આઈ.સી.સી. ના મંત્રીશ્રી દિપકભાઈ બાબરીયા, ડૉ. પ્રભાબેન તાવીયાડ અને સ્થાનિક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, આગેવાનો ઉપસ્થિત રહીને આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નો અંગે લાગણી અને માંગણી વ્યક્ત કરશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note