માતાના નામે રડીને મોદી નાટક કરે છેઃ કોંગ્રેસ

ફેસબુકના કાર્યક્રમ વખતે માતાનો ઉલ્લેખ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવવિભોર બની ગયા હતા અને તેમની આંખો ભીની થઈ ગઈ હતી. કોંગ્રેસે મોદી દ્વારા ભાવવિભોર થવાની આ ઘટનાને નાટક ગણાવી છે અને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલા બધા પણ ગરીબ ન હતા કે તેમની માતાને અન્યના ઘરનાં વાસણો ધોવાં પડે.

આ અંગે કોંગ્રેસના આનંદ શર્માએ જણાવ્યું હતું કે વડાપ્રધાને કહ્યું કે તેમની માતા અન્ય લોકોનાં ઘરોનાં વાસણો ધોતાં હતાં. ભારે દુ:ખની વાત છે કે વડાપ્રધાન જુઠ્ઠાણું ચલાવે છે.  તેઓ તેમની માતાનું અપમાન કરી રહ્યા છે. મોદીએ તેમના શપથગ્રહણ સમારોહમાં તેમની માતાને બોલાવ્યા નહોતાં. આમ, મોદીએ વિદેશ જઈ રડવાને બદલે એક જવાબદાર પુત્ર બનવું જોઈએ.

http://www.sandesh.com/article.aspx?newsid=3139275