મહેસાણા, સિવિલ હોસ્પિટલ ખાતે પાટીદાર યુવક ના પરિવારની મુલાકાતે

મહેસાણા જેલમાં બલોલના પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ થયું છે. સમગ્ર ઘટનાની ગંભીરતા રાજ્ય સરકાર દ્વારા દાખવવામાં આવી નથી. જેના કારણે મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં બર્બરતાથી પાટીદાર યુવાનના મોતના લીધે ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. આજ રોજ મૃતક પાટીદાર યુવાનના પરિવારને ન્યાય મળે અને પરિવારના દુઃખમાં ભાગીદાર થવા, સાંત્વના આપવા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતજી અને કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી. સમગ્ર ઘટના ઘણી જ દુઃખદ છે. રાજ્ય સરકાર જે પ્રકારે સમગ્ર ઘટનામાં લીપાથોપી કરી રહી છે. તે બાબત જ શંકા પ્રેરે છે.