મહેસાણા ખાતે પાટીદાર યુવાનના મોત અંગે રાજકીય રંગ આપી માનવતા : 10-06-2017

મહેસાણા જેલમાં બલોલના પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ થયું છે ત્યારે મહેસાણાના ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલ હંમેશની જેમ જ કોંગ્રેસ પક્ષ પર બેબુનિયાદ આક્ષેપ કરીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યાં છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીન પટેલ રાજ્યના વિશાળ હિતમાં આત્મચિંતન કરે તેવુ સુચન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકત્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું  હતું કે પાટીદાર યુવાન કેતન પટેલના પીએમ રીપોર્ટમાં શરીર પર ૩૯ ઈજાના નિશાન હોવાનું દર્શાવાયું છે, યુવાનના નખ કાળા પડી ગયા હતા, પગના તળીયે મારના નિશાન છે, હાથની હથેળીમાં મારના નિશાન છે તેમ છતાં પાટીદાર સમાજના આગેવાન, મહેસાણાના ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ આ બનાવને રાજકીય રંગ આપી માનવતા નેવે મુકી આક્ષેપ અને નિવેદન કરવાના બદલે નૈતિક જવાબદારી સ્વીકારી નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note