મહેસાણા ખાતે નવસર્જન ગુજરાત જનસભા – શ્રી રાહુલ ગાંધી : 21-12-2016

મહેસાણ ખાતે નવસર્જન ગુજરાત જનસભા પહેલાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી ઉંઝા ખાતેના ઐતિહાસિક શ્રી ઉમિયા માતા દેવસ્થાને દર્શન કર્યા હતા. ત્યારબાદ મહેસાણા ખાતે જંગી જનમેદનીને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ભારતમાંથી ભ્રષ્ટાચાર હટાવવા માંગે છે. મોદીની સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં લેશે તો કોંગ્રેસ તેનો સાથ આપશે. કાળાં નાણાં પર સર્જિકલ સ્ટ્રાઇક કરી એ મોદીનું નાટક છે. મોદી સરકારે અઢી વર્ષમાં ભારતના ગરીબ-સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો પર ત્રાસ ગુજાર્યો છે, સરકારની  નોટબંધીની નિતીના કારણે સમગ્ર દેશમાં આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે. સમગ્ર દેશમાં ૯૯ ટકા લોકોની સંપતિ પર અસર કરીને ૧ ટકા અમીર લોકોને મદદ કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નોટબંધીનો નિર્ણય લીધો છે. નોટબંધીના કારણે દેશના કરોડો નાગરિકો લાઈનમાં ઉભા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note