મહેસાણા ખાતે આયોજીત “નવસર્જન ગુજરાત જનસભા”

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ મહેસાણા ખાતે “નવસર્જન ગુજરાત જનસભા”માં જંગી જનમેદનીને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ભારતમાંથી ભ્રષ્ટાચાર હટાવવા માંગે છે. મોદીની સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં લેશે તો કોંગ્રેસ તેનો સાથ આપશે. કાળાં નાણાં પર સર્જિકલ સ્ટ્રાઇક કરી એ મોદીનું નાટક છે. મોદી સરકારે અઢી વર્ષમાં ભારતના ગરીબ-સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો પર ત્રાસ ગુજાર્યો છે, સરકારની  નોટબંધીની નિતીના કારણે સમગ્ર દેશમાં આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે. સમગ્ર દેશમાં ૯૯ ટકા લોકોની સંપતિ પર અસર કરીને ૧ ટકા અમીર લોકોને મદદ કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નોટબંધીનો નિર્ણય લીધો છે. નોટબંધીના કારણે દેશના કરોડો નાગરિકો લાઈનમાં ઉભા છે. મોદીજી તમે મને સંસદમાં બોલવા ન દીધો. સંસદમાં તમે મારી સામે ઉભા રહેવા માટે તૈયાર ન હતા. શરૂઆતમાં મોદીએ કહ્યું હતું કે આ કાળાં નાણાં વિરુદ્ધ લડાઈ છે. પછી તેમણે કહ્યું કે આ આતંકવાદ વિરુદ્ધ લડાઈ છે. નોટબંધી દ્વારા તમારા પૈસા 6-7 મહિના બેંકમાં રાખવાનો મોદીનો ઈરાદો હતો. જેનાથી ધનવાન લોકોની લોન માફ કરી શકાય.”  નોટબંધીના લીધે ખેડૂતો, ખેતમજદૂરો અને કરોડો શ્રમિકો પરેશાન છે, પણ મોદીજીનું લક્ષ્ય “ગરીબો થી ખીંચો – અમીરોને સીંચો” સમગ્ર નોટબંધી પાછળ અમીરોને મદદરૂપ થવા માટે હતું. નોટબંધી અંગે ૧૦૦ વાર નિયમોમાં અદલાબદલી કરીને ગરીબો-સામાન્ય-મધ્યમ વર્ગના નાણાં બેન્કમાં ૬ થી ૭ મહિના સુધી ફસાઈ રહે જેના લીધે કરોડો રૂપિયા તેમના ઉદ્યોગપતિ મિત્રોને કે જેઓએ તેમનું માર્કેટીંગ કર્યું છે. તેમને આપી શકાય. શ્રી નરેન્દ્ર મોદી ભારત દેશને બે ભાગમાં વહેંચી દેવા માંગે છે. ૧ ટકા અમીરોનું ભારત અને ૯૯ ટકા સામાન્ય-ગરીબ-ખેડૂત-મજદૂરો-શ્રમિકોનું ભારત.