મહેસાણા ખાતે આયોજિત પાણી યાત્રા સમાપન સભા

ઉત્તર ગુજરાતમાં પાણીયાત્રા સમાપન પ્રસંગે વિધાનસભાના પૂર્વ નેતાશ્રી નરેશ રાવલ, કોંગ્રેસ પક્ષના નેતા શ્રી સાગર રાયકા, વિધાનસભાના દંડકશ્રી બલવંતસિંહ રાજપૂત, જગદિશભાઈ ઠાકોર, ગોવાભાઈ દેસાઈ, કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખશ્રી લાખાભાઈ ભરવાડ સહિતના આગેવાનોએ ઉપસ્થિત મોટી સંખ્યામાં નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના મંત્રીશ્રીઓ સરકારમાં મજા કરે છે અને ઉત્તર ગુજરાતના નાગરિકો પીવાના પાણી વિના તરફડી રહ્યાં છે. સાંતલપુર, વારાહી, રાધનપુર, સૂઈ, હારિજ, સમી, વડાલી, વિજયનગર, હિંમતનગર શહેર, બાયડ, વાવ, અમીરગઢ સહિત અનેક વિસ્તારોમાં ખેડૂતો સિંચાઈના પાણીથી અને નાગરિકો પીવાના પાણીથી પરેશાન છે. દુષિત પાણીથી અનેક પરિવારો રોગચાળાનો ભોગ બન્યા છે.