મહિલા જાગૃત્તિ કાર્યક્રમ : 07-03-2018
- આતંરરાષ્ટ્રિય મહિલા દિવસ નિમિત્તે તા. ૮/૩/૨૦૧૮ ના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે આર્થિક રીતે નબળા વર્ગના આવાસ (EWS) -14, સરખેજ ખાતે મહિલા જાગૃત્તિ કાર્યક્રમ
આગામી તા. ૮ માર્ચ, ૨૦૧૮ ના રોજ “આતંરરાષ્ટ્રિય મહિલા દિવસ” પર અમદાવાદ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ‘સ્વચ્છ મહિલા સ્વસ્થ મહિલા’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદમાં ઝુપડપટ્ટી વિસ્તારોમાં ઉજવવામાં આવશે.
આતંરરાષ્ટ્રિય મહિલા દિન નિમિત્તે ‘સ્વચ્છ મહિલા સ્વસ્થ મહિલા’ કાર્યક્રમ અંગે વિગત આપતા અમદાવાદ મહિલા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી આનલ જે પટેલે જણાવ્યું હતું કે, અખિલ ભારતીય મહિલા કોંગ્રેસની મહિલાઓ માટે હેસટેગ ‘સ્વચ્છ મહિલા સ્વસ્થ મહિલા’ કાર્યક્રમના માધ્યમથી સ્વસ્થ માસિક ધર્મના રીવાજો અને ઉત્પાદનોના ઉપયોગ કરવામાં મદદરૂપ થવા માટે એક અભિયાનની શરૂઆત કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો