મહિલા કોંગ્રેસ દ્વારા તારીખ ૪ અને ૫ માર્ચના રોજ શિબિર : 02-03-2017

આપને આમંત્રિત કરતા હર્ષ થાય છે કે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા તારીખ ૪ અને ૫ માર્ચના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે શિબિર રાખવામાં આવેલ છે ગુજરાત મહિલા કોંગ્રેસ આ માટે મહિલા દિવસ જે ૮ માર્ચે આવનાર છે અને સ્ત્રીઓની સમાનતા અને શિક્ષણ માટે પહેલ કરનાર સાવિત્રીબાઈ ફૂલેની ૧૦ માર્ચે ૧૨૦મી પુણ્યતિથી આવી રહી છે ત્યારે એક “વિચારસત્ર”નું આયોજન કરે છે. જેમાં આખા ગુજરાતમાંથી મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે શ્રી ઉત્તમભાઈ પરમાર, શ્રી લાલજીભાઈ દેસાઈ ચર્ચા કરશે. “સ્ત્રી સ્વાતંત્ર્ય, સમાનતા અને ન્યાય અને બંધુતાની ગઈકાલ, આજ અને આવતીકાલ” નામે યોજનાર આ વિચારસત્રમાં પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી શોભા ઓઝા, ગુજરાતના મહિલા પ્રભારી શ્રીમતી શોભાના શાહ ઉપસ્થિત રહેશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note