મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો : 17-02-2017
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડકશ્રી બલવંતસિંહ રાજપુત, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તાશ્રી શૈલેષ પરમાર, ધારાસભ્યશ્રીઓ ડૉ. તેજશ્રીબેન પટેલ, શ્રીમતી કામિનીબા રાઠોડ, શ્રી બળદેવજી ઠાકોર, શ્રી રમેશભાઈ ચાવડા, શ્રી અમીત ચૌધરી, પૂર્વ સંસદસભ્યશ્રીઓશ્રી જગદીશભાઈ ઠાકોર, શ્રી સાગરભાઈ રાયકા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓશ્રી નિશીત વ્યાસ, શ્રી મૌલિનભાઈ વૈષ્ણવ સહિતના આગેવાનોએ આજરોજ બપોરના ૩-૩૦ કલાકે રાજભવન, ગાંધીનગર ખાતે મહામહીમ રાજ્યપાલશ્રીને રૂબરૂ મળી કચ્છ જિલ્લામાં નલિયા ખાતે બનેલ દુષ્કર્મકાંડ અંગે હાઈકોર્ટના સીટીંગ જજ દ્વારા તપાસ કરાવવા બાબત આવેદનપત્ર આપ્યું હતું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો