મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી મોહનસિંહ રાઠવા, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી દિપકભાઈ બાબરિયા, શ્રી શૈલેષભાઈ પરમાર, ડૉ.દિનેશભાઈ પરમાર, ડૉ.જીતુભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ ઠાકોર, શ્રી અશોક પંજાબી, શ્રી હિમ્મતસિંહ પટેલ, શ્રી નિશિત વ્યાસ, ડૉ.મનીષ દોશી, શ્રી હિમાંશુ પટેલ, શ્રી ગુલાબસિંહ રાજપૂત, સહિતના પ્રતિનિધિ મંડળે મહામહિમ રાજ્યપાલશ્રીને રૂબરૂ મળીને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે તાત્કાલિક યોગ્ય કરવાની માંગણી કરી હતી. NEET ના પ્રશ્નપત્ર અલગ હોવાથી ગુજરાતી માધ્યમના ૪૭,૫૮૩ વિદ્યાર્થીઓના ડોક્ટર બનવાના સ્વપ્ન પર પાણી ફરી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર મૂક પ્રેક્ષક બનીને ગુજરાતના મેરીટ ધરવતાં હજારો વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડાં કરી રહ્યા હોવાના આક્ષેપ પણ પ્રતિનિધિ મંડળે કર્યા હતા. મહામહીમ રાજ્યપાલશ્રીએ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈને યોગ્ય કરવાની ખાતરી આપી હતી.