મહામહીમ રાજ્યપાલશ્રીને ખેડૂતોના પ્રશ્નો અંગે આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો

ગુજરાતની ભાજપ સરકારની નિતી ખેડૂત વિરોધી છે, ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના જે ભાવ મળવા જોઈએ તે મળતા નથી વધતાં જતા કૃષિ ખર્ચ, સિંચાઈના પ્રશ્નો, વિજળીની અનિયમિતતા અને પોષણક્ષમ ભાવના અભાવે ગુજરાતના ખેડૂતો આર્થિક દેવાના બોજ તળે દટાઈ રહ્યાં છે, ત્યારે ખેડૂતોના પ્રશ્નોને લઈને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોનું એક પ્રતિનિધી મંડળ આજરોજ મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદન પત્ર આપીને ખેડૂતોના પ્રશ્નો અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવે અને આવેદનપત્રમાં સામેલ માંગણીઓનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.