મહામહિમ રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખર્જી પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીની શુભેચ્છા મુલાકાતે

મહામહિમ રાષ્ટ્રપતિજી, મહામહિમ ગવર્નરશ્રી, રાષ્ટ્રપતિજી સાથે મારા પિતાશ્રી પૂજ્ય માધવસિંહ સોલંકીની ખબર અંતર પૂછવા આવ્યા હતા. જુના રાજકીય ૩૦ વર્ષના એમના સંબધોને વાગોળ્યા હતા.અને દાદાએ ખુબ પ્રેમ અને સ્નેહથી અમારા પરિવારને મળ્યા હતા. મારા માતૃશ્રીને મારા બહેનને મારા બનેવીને અને સૌને એમના આશીર્વાદ મળ્યા હતા. અમને બધાને ખુબ જ આનંદ અને ગૌરવની લાગણી થઇ છે કે જુના સંબધોને યાદ કરીને આ દેશના મહામહિમ રાષ્ટ્રપતિજી આજે આવીને એમના જુના સાથી મિત્રની ખબર અંતર પૂછવા અહીં આવ્યા હતા.