મહામંત્રીશ્રી રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદ : 09-12-2017
ગુજરાત વિધાનસભા – ૨૦૧૭ ની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે મતદાન પૂર્ણ થયા બાદ રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આજ રોજ પ્રથમ ચરણના ૮૯ વિધાનસભાના ૨ કરોડ ૧૨ લાખ ચૂંટણી મતદારો પૈકી ૬૫ ટકા જેટલું મતદાન કરવા બદલ કોંગ્રેસ પક્ષ વતી મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અને પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થાય ત્યાં સુધીમાં ૬૫ થી ૭૦ ટકાની આસપાસ જંગી મતદાન થવાની સંભાવના કરવામાં આવે છે. આવા જંગી મતદાનથી એ તો નક્કી થઈ ગયું કે, ગુજરાતની ૬.૫ કરોડ જનતા ૨૨ વર્ષથી શાસન કરતી ભાજપ સરકારથી ત્રસ્ત થઈ ગઈ છે. ભાજપ સરકારના દમન, ઝુમલા, ખોટા વાયદા થી કંટાળી ગઈ છે. માટે ગુજરાતની ૬.૫ કરોડ જનતાએ નક્કી કરી લીધું છે કે, દરેક નાગરિકે મતદાન કરીને આ ઝુમલાની ભાજપ સરકારને ઘરભેગી કરવી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો