મહાનગરપાલિકા અને જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની મતગણના એકીસાથે કરવાના આદેશને આવકારતાં ભરતસિંહ સોલંકી : 29-10-2015

મહાનગરપાલિકા અને જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની મતગણના એકીસાથે કરવાના નામદાર સુપ્રીમ કોર્ટના આદેશને આવકારતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી સમયસર થાય, મુક્ત અને ન્યાયી રીતે ચુંટણી યોજાય તે અંગેની માંગ કોંગ્રેસ પક્ષે વારંવાર કરી હતી. પણ ગુજરાતના ચુંટણીપંચ ભાજપ સરકારના વાજીંત્ર તરીકે વર્તીને કોંગ્રેસ પક્ષ અને પ્રજાનો અવાજ ન સાંભળીને મનમાની રીતે પગલાં ભર્યા હતા. જેની સામે નામદાર વડી અદાલતે ચુંટણી પંચને અને ભાજપ સરકારને ફટકાર આપી હતી. નામદાર સર્વોચ્ચ અદાલતે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મતગણના સાથે કરવાના કરેલ આદેશ લોકતંત્રને મજબૂતી આપશે અને મુક્ત ન્યાયી ચુંટણી યોજવા માટેની પ્રકિયાને વધુ દ્રઢ બનાવશે. કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી મુક્ત અને ન્યાયી, પારદર્શક રીતે થાય તે માંગને દોહરાવે છે અને આશા રાખે છે કે ગુજરાતનું ચુંટણી પંચ સરકાર અને કોઈની શેહ-શરમ વિના આ પ્રક્રિયા સ્વતંત્ર રીતે કરશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note