મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર અધિકાર કાયદાના દેશમાં અમલીકરણના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી : 02-02-2016
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર અધિકાર કાયદાના દેશમાં અમલીકરણના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા ખાતે યોજાયેલ સંમેલનને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન અને આર્થિક ઉન્નતી માટે વિવિધ કાયદાઓ આપ્યા જેનાથી સામાન્ય માણસનું સશક્તિકરણ થયું. વિશ્વમાં ક્રાંતિકારી પગલાંને લીધે ઐતિહાસિક મનરેગા યોજનાથી ૮ કરોડ કરતાં વધુ પરિવારોને દર વર્ષે રોજગારી મળી છે. ભાજપની માનસિકતા ગરીબ વિરોધી છે. “મન કી બાત”ના નામે દેખાડો કરનાર હકીકતમાં ખેડૂતોનું હિત હોય કે પછી રોજગારની વાત હોય કે પછી પરિવારો માટે અન્ન સુરક્ષા હોય તે અંગે પ્રધાનમંત્રી કેમ મૌન છે ?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો