મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાયદો (મનરેગા) : 01-02-2016

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાયદો (મનરેગા) સમગ્ર દેશમાં અમલ થયાને ૧૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે અનુસંધાને સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં મનરેગાને કારણે સામાજીક જીવનમાં બદલાવ, આર્થિક ઉન્નતી, ગ્રામ્યથી શહેર તરફનું સ્થળાંતર અટકવું સહિતના અનેક પ્રગતિના પગલાં કરોડો નાગરિકોના જીવનમાં દેખાઈ રહ્યા છે. યુ.પી.એ. ચેર પર્સન શ્રીમતી સોનિયા ગાંધીના માર્ગદર્શનથી તત્કાલિન વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહની દીર્ઘદ્રષ્ટિથી અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીની ગ્રામ્ય વિસ્તારની પ્રગતિ, દરેક હાથમાં રોજગારની પ્રતિબધ્ધતાથી વિશ્વની સૌથી મોટી રોજગાર આપતી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાયદો (મનરેગા) દેશમાં લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં ૧૦૦ દિવસની રોજગારી નિશ્વિત કરવામાં આવી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note