મફત સાઇકલ અને લેપટોપની લીંક વાઇરલ : 07-08-2018

  • વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ફોટો અને રાષ્ટ્રમુદ્રાનો ફોટા સાથે મફત સાઇકલ અને લેપટોપની લીંક વાઇરલ, હકીકતમાં આ સરકારી યોજના છે કે ડેટા કલેક્શન માટે ગોઠવવામાં આવેલી વ્યવસ્થા છે ?
  • સમગ્ર વાયરલ સંદેશાની સત્યતા તપાસ કરવા અને ખોટો હોય તો છેતરપીંડી અટકાવવા વડાપ્રધાનશ્રી અને રાજ્યના પોલીસવડા સમક્ષ માંગ કરતાં કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનીષ દોશી

છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ રહેલા મફત સાઇકલ અને ૧૦,૦૦૦ લેપટોપ માટે બે વેબ લીંકમાં 15 ઓગસ્ટના રોજ મફત સાઇકલ અને લેપટોપ માટે રજીસ્ટ્રેશન કરવાનું કહેવામાં આવે છે. સોશ્યલ મીડિયાના વોટસઅપ પ્લેટફોર્મ પર છેલ્લા ઘણા દિવસથી http://Bharat-Sarkar.co આ લીંક સાથેનો મેસેજ ફરી રહ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે, ફ્રી સાઇકલ યોજના ભારત સરકાર બધા છોકરા અને છોકરીઓને મફત સાઇકલ મળશે તમામ સાઇકલ 15 ઓગસ્ટના રોજ વહેચવામાં આવશે અને આ માટે આ ફોર્મ ભરો સાથેજ મેસેજમાં એવુ લખવામાં આવ્યુ  છે કે આ મેસેજ પોતાના સગા સંબંધીઓ અને દોસ્તોને ફોરવર્ડ કરો જેથી ઘણા લોકોને તેનો લાભ મળે પણ જ્યારે આ લીંકની તથ્યતા ચકાસવાની શરૂઆત કરી ચોકવાનારી વિગત સામે આવી જેમાં લીંક પર ક્લીક કરતાંજ ભારતના વડપ્રધાન નરન્દ્ર મોદી અને રાષ્ટ્રમુદ્રા વાળુ પેજ ખુલ્યુ અને જ્યારે તેમાં રજીસ્ટ્રેશન કર્યા બાદ ક્લીક કરી તો વેબ એડ્રેસ આપતી કંપનીનુ પેજ ખુલ્યુ પણ ક્યાંય મફત સાઇકલની વાત ન આવી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note