મફત શાળા પાઠ્યપુસ્તક યોજના હેઠળના પુસ્તકો બજારમાં કિંમત સાથે વેચાઈ : 17-06-2017
ગુજરાતમાં પ્રવેશોત્સવ, ગુણોત્સવ સહિતના સરકારી તિજોરીના લાખો રૂપિયાના ખર્ચે ફોટોફંક્શન કરનાર ભાજપ શાસનમાં ગરીબ-સામાન્ય મધ્યમ વર્ગના બાળકોને મફત શાળા પાઠ્યપુસ્તક યોજના હેઠળના પુસ્તકો બજારમાં કિંમત સાથે વેચાઈ રહ્યાં છે. ભાજપ શાસનમાં બાળકોની કારકિર્દીમાં જરૂરી પાઠ્યપુસ્તકો પસ્તીમાં અથવા તો બજારમાં વેચાણ કરવા, ગરીબ-સામાન્ય બાળકોના મોમાંથી અન્ન કોળીયો છીનવવા મધ્યાહન ભોજનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ભાજપ સરકારનો શિષ્ટાચર બની ગયાની વિગતો જાહેર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સર્વ શિક્ષા અભિયાન હેઠળ અને સરકારની જાહેરાત મુજબ મફત પાઠ્યપુસ્તક ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ છે પણ ધોરણ – ૧ ના અભ્યાસક્રમ “કલરવ” પુસ્તક બાળકોની સ્કૂલ બેગમાં પહોંચાડવાને બદલે બજારમાં રૂા. ૫૧ મી કિંમતનું સ્ટીકર લગાવીને બેરોકટોક વેચાઈ રહ્યાં છે. ભાજપ સરકારના પ્રવેશોત્સવ દરમ્યાન અપાતી સ્કૂલબેગો પણ અતિ ઉંચી કિંમતે અને તેમાં પણ સ્ટીકરો લગાવીને બાળકોને અપાઈ રહ્યાં છે. આજ રીતે ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીનીઓને જે સાયકલ આપવામાં આવી રહી છે. તે ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યાની ફરિયાદો મળી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો