મનમોહનસિંઘ સરકાર વખતની પાક ધિરાણ ઓછાદરે આપવાની નિતી ચાલુ રાખવાની ફરજ પડી : 12-07-2017
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ખેડૂતો માટે સરળ પાક ધિરાણ તે પણ ૧ ટકા જેવા નજીવા દરે અપાશે તેવી મોટી મોટી જાહેરાતો ભાજપ સરકારની ખેડૂતો સાથે વધુ એક છેતરપીંડીનો ભાગ હોવાનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પાક ધિરાણ મેળવનાર ખેડૂતોમાંથી એક પણ ખેડૂતને ૧ ટકાના દરે પાકધિરાણ મળતુ નથી. સહકારી બેન્કો અને મંડળીઓ વચ્ચે ખેડૂત હેરાન-પરેશાન છે.
સહકારી બેન્કો પર અડીંગો જમાવીને બેઠેલા ભાજપ શાસકો તેમના કાળાનાણાં ધોળા કરવા અને રૂા. ૫૦૦-૧૦૦૦ ની નોટો બદલવામાં રસ છે, પણ ખેડૂતોને ઓછા દરે પાકધિરાણ આપવામાં રસ નથી. ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૯૧ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. તે પૈકી ૨૦૧૨ દેશના પ્રધાનમંત્રી હતા ત્યારે ૩૩ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. ૨૦૧૪ માં ૮, ૨૦૧૫ ૮ અને ૨૦૧૬માં ૯ આત્મહત્યા થયા હોવાનું સ્વીકાર્યું છે. ખેડૂતોએ કરેલી આ આત્મહત્યા એ પાક નિષ્ફળ જવાથી તેમજ દેવું વધવાથી કરી છે. દેશના પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતમાં ખેડૂતોએ આત્મહત્યા કરી છે તેવું ક્યારેય કબૂલ્યુ નહોતું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો