મધ્ય ગુજરાતના વડોદરા જીલ્લાના ડભોઈ ખાતે યોજાયેલ કાર્યકર મહાસંમેલન : 10-07-2015
જનસંપર્ક ગુજરાત અન્વયે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી શરૂ કરેલ કાર્યક્રમના ભાગરૂપે મધ્ય ગુજરાતના વડોદરા જીલ્લાના ડભોઈ ખાતે યોજાયેલ કાર્યકર મહાસંમેલનમાં સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જન સંપર્ક ગુજરાતના બે તબક્કામાં સમગ્ર ગુજરાતમાં પ્રજાનો ઉત્સાહ કોંગ્રેસ તરફ દેખાઈ રહ્યો છે. મધ્યાહન ભોજન યોજના કોંગ્રેસ સરકારે લાવીને ગરીબ વર્ગના બાળકને અભ્યાસ સાથે ખોરાક આપવાની યોજના આપેલ. જેને ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા બંધ કરવાના પગલા લીધા. જેનો સુપ્રિમ કોર્ટ દ્વારા અટકાવવામાં આવ્યો. અન્ન સુરક્ષા કાયદો ગુજરાત સરકાર લાગુ કરતી નથી એન ગરીબ જનતાને અનાજ (ખોરાક)થી વંચિત રાખે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note