મધ્યાહન ભોજન યોજનામાં એજન્સી પ્રથા બંધ કરી કર્મચારીઓને કાયમી કરી યોગ્ય વેતન આપો : કોંગ્રેસ : 30-07-2020
- મધ્યાહન ભોજન યોજનામાં એજન્સી પ્રથા બંધ કરી કર્મચારીઓને કાયમી કરી યોગ્ય વેતન આપો : કોંગ્રેસ
- બાળકોમાં શિક્ષણ પ્રેમ વધારવા સાથે મધ્યાહન ભોજન યોજના દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી આપવાનાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકીનાં ઉદ્દેશને ભાજપ સરકાર વિસરી ગઈ છે : ડૉ. હિમાંશુ પટેલ
દરેક બાળક શાળાએ જઈને ભણતરની સાથે પોષણયુકત આહાર મેળવે તે માટે મધ્યાહન ભોજન યોજનાનો શુભારંભ કરાવનાર ગુજરાતમાં ચાર ચાર વખત મુખ્યમંત્રી રહેલાં શ્રી માધવસિંહ સોલંકીને ૯૩માં જન્મ દિવસે કોંગ્રેસ પક્ષ તરફથી મહામંત્રી ડો. હિમાંશુ પટેલે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. આ પ્રસંગે ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, બાળકોમાં શિક્ષણ પ્રત્યે પ્રેમ વધારવા સાથે મધ્યાહન ભોજન યોજના દ્વારા બેરોજગાર યુવા કર્મચારીઓને રોજગારી આપવાનાં શ્રી માધવસિંહ સોલંકીનાં ઉદ્દેશને વિસરી ભાજપ સરકાર લઘુતમ વેતન પણ નહીં આપવા સાથે ખાનગીકરણથી અહિત કરી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો