મત નહીં તો કેનાલમાં પાણી નહીંની બી.જે.પી.ની ધમકી : સિધ્ધાર્થ પટેલ
હળવદ તાલુકાના ટીકર ગામે હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ વધુ સીટ મેળવે તે માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરસભાનું આયોજન બુધવારે કરાયુ હતુ. જેમાં પાટીદાર સમાજના યુવાનો પર ભાજપ સરકારે ખોટો કેસ કરી જેલ હવાલે કરવા તેમ જ ટીકર ગામના ખેડૂતો ભાજપને મત નહીં આપે તો કેનાલમાં પાણી નહીં મળે તેવી ધમકી સામે આકરા પ્રહાર કર્યા હતા.
હળવદ તાલુકામાં 29મીના રોજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનાર છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ટીકર ગામ ખાતે જાહેરસભાનું આયોજન કરાયુ હતુ. ત્યારે ટીકર ગામે બુધવારે રાત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ, ઉપપ્રમુખ રાઘવજીભાઇ પટેલ સહિતના કોંગ્રેસી નેતા સભામાં ઉપસ્થિત રહી ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.
જેમાં જણાવાયુ કે, આપણા પાટીદાર સમાજના યુવાનો અનામત મામલે આંદોલન કર્યુ તેના ખોટા કેસો ભાજપ સરકાર કરી જેલ હવાલે કર્યા છે. તે જ ટીકર ગામના નિલેશભાઇ એરવાડીયાને રાજદ્રોહનો ખોટા કેસમાં જેલમાં ધકેલી દીધા છે. આવી સરકારને જાકારો આપવાનો સમય આવી ગયો છે. ત્યારે તાલુકાના પાટીદાર સમાજે સંગઠ્ઠીત થઇને આવનારી ચૂંટણીમાં ભાજપ સરકારને જવાબ આપવાનો છે.
http://www.divyabhaskar.co.in/news/SAU-SUR-OMC-sidharth-patel-general-meeting-in-surendranagar-5179044-PHO.html