મગફળીની જેમ બટાકાની પણ પોષણક્ષમ ભાવે ખરીદી કરોઃ કોંગ્રેસ : 07-10-2017

  • મગફળીની જેમ બટાકાની પણ પોષણક્ષમ ભાવે ખરીદી કરોઃ કોંગ્રેસ
  • બટાકાનાં ઉત્પાદનમાં ૫૦ કિલોએ રૂ. ૬૦૦નું નુકસાન વેઠતાં ખેડૂતોને માત્ર ૫૦ રૂપિયા સબસીડી આપી મજાક કરવાનું બંધ કરેઃ ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાત રાજ્યમાં ખેડૂતોને આર્થિક બેહાલીમાં ધકેલી દેનાર ભાજપ સરકાર જો મગફળીની ખરીદી રૂપિયા ૯૦૦નાં ભાવે કરવાનો નિર્ણય કરી શકતી હોય તો બટાકાનાં પોષણક્ષમ ભાવો કેમ આપવામાં આવતા નથી ? કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે આ પ્રશ્ન કરતાં જણાવ્યું છે કે, ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતોને ૫૦ કિલોગ્રામ બટાકાનાં ઉત્પાદન પાછળ રૂપિયા ૭૫૦ જેટલો ખર્ચ થાય છે. તેની સામે અત્યારે ૫૦ કિલોના માત્ર રૂ. ૫૦ જેટલા બજાર ભાવ અને સરકારની મજાકરૂપ રૂ. ૫૦ સબસીડીથી વ્યાપક આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આથી આ મજબુરી આપઘાતમાં પરિણામે તે પહેલાં ખેડૂતોને બટાકાનાં પાકમાં થઈ રહેલો હળહળતો અન્યાય તાકીદે દૂર કરવા જોઈએ.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note