મગફળીકાંડમાં ઇન્કવાયરી કમિશન એ સરકાર બચાવો મિશન: વિપક્ષી નેતા

સૌરાષ્ટ્ર-કચ્છના કોળી સમાજનું કોંગ્રેસ પ્રેરીત સંમેલન ગઇકાલના રોજ બપોરે ર થી પ કલાક સુધી હેમુ ગઢવી હોલ ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહીત કોંગ્રેસ પક્ષાના આગેવાનો તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાંથી બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને ભાઇઓ બહેનો ઉ૫સ્થિત રહ્યા હતા.

અબત સાથેની વાતચીત દરમિયાન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઇચાવડાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ર૩ વર્ષના શાસનમાં જે ગરીબ સમાજને ખોટા વાયદા કરી વચનો આપી ભ્રમિત કરીને સરકારમાં બેઠેલા ભાજપના શાસકો દ્વારા આટલા વર્ષો પછી પણ કોળી સમાજ હોય કે ઠાકોર સમાજ હોય કે બક્ષીપંચ દલીત, આદિવાસી સમાજ, ગરીબ સમાજના ઉત્કર્ષ માટે જે કામ થવા જોઇએ.

http://abtakmedia.com/the-governments-rescue-mission-in-the-gramflak-commission-opposition-leader