મગફળીકાંડની સાથે ચર્ચાસ્પદ બનેલા બારદાનકાંડ : 09-08-2018
- રૂ.૪૦૦૦ કરોડના મગફળીકાંડની સાથે ચર્ચાસ્પદ બનેલા બારદાનકાંડ માં રૂ.૧૩૮ કરોડના ખર્ચે ૧ કરોડ ૯૪ લાખ બારદાન ખરીદી કરવામાં આવી
- એક બારદાનની કિંમત રૂ.૭૧ ની, જયારે બજારમાં સારામાં સારી ગુણવત્તાના બારદાન છૂટક કિંમત ૪૦ રૂપિયામાં મળતા હોવા છતાં જથ્થાબંધ પ્રતિ બારદાન ૩૧ રૂપિયાની વધુ કિંમત ચુકવવા પાછળ કોણ જવાબદાર?
રૂ.૪૦૦૦ કરોડના મગફળીકાંડની સાથે ચર્ચાસ્પદ બનેલા બારદાનકાંડ માં રૂ.૧૩૮ કરોડના ખર્ચે ૧ કરોડ ૯૪ લાખ બારદાન ખરીદી કરવામાં આવી છે. એટલે કે, એક બારદાનની કિંમત રૂ.૭૧ ની થાય છે. મોટા ભાગે બજારમાં સારામાં સારી ગુણવત્તાના બારદાન છૂટક કિંમત ૪૦ રૂપિયામાં મળતા હોવા છતાં જથ્થાબંધ પ્રતિ બારદાન ૩૧ રૂપિયાની વધુ કિંમત ચુકવવા પાછળ કોણ જવાબદાર? બારદાન ખરીદીમાં રૂ.૬૦ કરોડ ૧૪ લાખ સીધા વધુ ચૂકવાયા કે કોઈએ જમા લીધા? ત્યારે રૂ.૪૦૦૦ કરોડના મગફળીકાંડની સાથે બારદાન ખરીદીમાં પણ મુખ્યમંત્રીશ્રીના નજીકની બારદાન કંપની અંગે તપાસની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીના નજીક સંકળાયેલા કોલકત્તાની ફેક્ટરીમાંથી ૧ કરોડ ૯૪ લાખ બારદાન ખરીદી જે ગુજરાતની એક કંપનીને સપ્લાય કરવામાં આવ્યા હતા અને આ બારદાનનો જથ્થો ગુજકોટને મળેલ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો