મકરબા, આકોફ અને આંબલી ટીપી ૨૦૪ અન્વયે ટાઉન પ્લાનીંગના કપાતના નિયમો ભ્રષ્ટાચાર અંગે સંપૂર્ણ વીજીલન્સ તપાસની માંગ : 14-03-2017

નાના ખેડૂતો અને નાના જમીન ધારકોને નિયમોના નામે જમીન વિહોણા બનાવનાર રાજ્યનો શહેરી વિકાસ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. મકરબા, આકોફ અને આંબલી ટીપી ૨૦૪ અન્વયે ટાઉન પ્લાનીંગના કપાતના તમામ નિયમો રાજ્યના પૂર્વમંત્રી અને વગદાર માટે બદલવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર અંગે સંપૂર્ણ વીજીલન્સ તપાસની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના મકરબા અને આંબલી વિસ્તારમાં મોટી જમીનો ધરાવતા પૂર્વમંત્રી, વગદાર બિલ્ડરોએ ભાજપની ધનસંગ્રહ યોજનામાં ગોઠવણો કરીને ટીપી સ્કીમ નંબર ૨૦૪ માં “સબકા સાથ બિલ્ડરોકા વિકાસ” ના સૂત્ર નો અમલ કર્યો હોય તેમ જણાય છે. સામાન્ય અને નાના ખેડૂત કે જેના પરિવારનું જીવન ગુજરાન ચાલતું હોય કે પછી શ્રમિક પરિવારજનોના રહેઠાણનો પ્રશ્ન હોઈ તેમાં રાતોરાત રાજ્ય સરકાર, શહેરી વિકાસ વિભાગ અને કોર્પોરેશન મનફાવે તેમ બૂલડોઝર ફેરવીને ઘર વિહોણા બનાવી દે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note