મંદી, મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતી કાયદો વ્યવસ્થા : 08-09-2022
મંદી, મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતી કાયદો વ્યવસ્થા, ખાડે ગયેલ અર્થતંત્ર, ડ્રગ્સનો બેરોકટોક કારોબાર, મહિલા અત્યાચારનું વધતુ પ્રમાણ સહિતના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. 10 સપ્ટેમ્બરના રોજ સાંકેતિક બંધ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, દર વર્ષે 2 કરોડ રોજગાર આપવાને બદલે અણઘડ વહીવટ અને ખોટી આર્થિક નીતીને કારણે દેશમાં 14 કરોડથી વધુ યુવાનો બેરોજગાર થયા છે. ફીક્સ પગાર – કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સિંગ ના નામે ગુજરાતના યુવાનોનુ સુનિયોજીત રીતે ભાજપ સરકાર આર્થિક શોષણ કરી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો