મંદીના એંધાણ વચ્ચે ગુજરાત સરકાર દેવાળું ફૂંકશે : કોંગ્રેસ
– સરકારને ઓવરડ્રાફ્ટ લેવો પડે એવી સ્થિતિ
– વિવિધ ઉત્સવો-ઇવેન્ટો પાછળ કરોડોનો ખર્ચ ગુજરાત પર બે લાખ કરોડથી વધુનું દેવું છે
ગુજરાત સરકાર વાયબ્રન્ટ સમિટ, પતંગ મહોત્સવો જેવા ઉત્સવો અને ઇવેન્ટો પાછળ કરોડો રૃપિયાનો ખર્ચ કરી રહી છે. એક તરફ ભયંકર મંદીનાં એંધાણ વચ્ચે સરકારનાં આવા બિન ઉત્પાદકીય ખર્ચને કારણે ગુજરાત દેવાળીયું બની ગયું છે. ગુજરાત સરકાર પર બે લાખ કરોડથી વધુ રૃપિયાનું દેવું છે. મોંઘવારીએ માઝા મુકી હોઈ, ગરીબ અને મધ્યમ વર્ગ કફોડી હાલતમાં મુકાયો હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે.
વિધાનસભાનાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વેટ વગેરે જેવા ટેક્સો ઉઘરાવવા છતાં સરકાર આવકનો ટારગેટ પૂરો કરી શકતી નથી. પરિણામે સરકારે અધિકૃત રીતે ઓવરડ્રાફ્ટ લેવો પડે તો નવાઈ નહીં. જો કે આ સરકાર ઓવરડ્રાફ્ટ પણ છૂપાઈને જ લેશે.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-congress-shankar