મંત્રીશ્રી પ્રવિણ સ્વામીને તાત્કાલિક અસરથી મંત્રી પદેથી દુર કરવામાં આવ્યા : 08-09-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની સુચનાથી પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રીશ્રી પ્રવિણ સ્વામીને તાત્કાલિક અસરથી મંત્રી પદેથી દુર કરવામાં આવ્યા છે. ચૂંટણી સંકલન સમિતિના અધ્યક્ષશ્રી બાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રદેશ સમિતિના હોદ્દેદારશ્રીઓએ પક્ષની નિયત કરેલ આચારસંહિતા પાળવાની હોય છે. વર્તમાન પત્ર કે મીડીયા કોઈ પણ પ્રકારના સમાચાર આપતા પહેલા પ્રદેશ પ્રમુખશ્રીના ધ્યાન પર તે વિગત લાવવી જોઈએ. પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે શ્રી પ્રવિણ સ્વામીએ અશિસ્ત આચરી છે. તેની ગંભીર નોંધ લઈ તાત્કાલિક અસરથી મંત્રી પદેથી દુર કરવામાં આવે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note