ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ વિરુદ્ધ દેખાવો અને સુત્રોચ્ચાર

સત્તાના સિંહાસન પર બેસીને પ્રજાની લાગણીને અવગણના કરનારને તેમના ચૂંટણીલક્ષી વચનોની યાદ કરાવવા અને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાની માંગ સાથે  કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૭ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ શહેરમાં સવારે ૧૧-૦૦ કલાકે મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ પાકિસ્તાનની અવળચંડાઈ સામે મેચ સહિતના સંબંધ કાપો, પાકિસ્તાનને જવાબ આપો”, બંધ કરો આ ક્રિકેટ, સરહદ પર લો વિકેટ”, પડોશ કર રહા પ્રહાર, બંધ કરો મેચ કા વ્યવહાર”, બેટથી નહિ બંદૂકથી લડો, પાકિસ્તાનને સીધું કરો” જેવા સૂત્રોચ્ચાર- પ્લેકાર્ડ સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા.