ભારતીય સ્વાતંત્ર્ય દિવસ નિમિતે જીપીસીસ ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમ
સ્વાતંત્ર્ય દિવસ રાષ્ટ્રીય પર્વ નિમિતે રાજીવ ગાંધી ભવનના પટાંગણમાં પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ ઠાકોરએ રાષ્ટ્રધ્વજ લહેરાવી, સેવાદળના સૈનિકોની સલામી ઝીલી હતી અને બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો-આગેવાનોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી. સ્વતંત્રતા પર્વ નિમિતે રાજીવ ગાંધી ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસ, સેવાદળ, યુવક કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ.ના કાર્યકરો ઉપસ્થિત રહીને ત્રિરંગાની આન-બાન-શાન માટે શપથ લીધા હતા.
https://www.youtube.com/watch?v=AGm2bOOLZDQ