ભારતીય સ્વાતંત્ર્ય દિવસ નિમિતે જીપીસીસ ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમ

સ્વાતંત્ર્ય દિવસ રાષ્ટ્રીય પર્વ નિમિતે રાજીવ ગાંધી ભવન ખાતે ત્રિરંગાને સલામી-ધ્વજવંદન બાદમોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો-આગેવાનોને shuibhechahhaશુભેચ્છા પાઠવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ત્રિરંગો ભારત દેશની આઝાદી-સ્વતંત્રતા, આન-બાન-શાન નું પ્રત્રિક છે. દેશ સામે અનેક પડકારો છે. આઝાદી જંગમાં લડત આપનાર નામી-અનામી દેશભક્તોએ શહીદી આપી છે. તેમના બલિદાનને આપણે સૌ વંદન કરીએ અને આઝાદી જંગના લડવૈયાના બલિદાનમાંથી પ્રેરણા લઈ દેશ માટે પ્રતિબધ્ધતાથી કાર્યરત થઈને લોકશાહીનું મૂલ્યોનું જતન કરીએ. જન્માષ્ટમી નિમિતે પણ દેશ અને ગુજરાતના નાગરિકોને હાર્દિક શુભકામના પાઠવી છે