ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની વિધાનસભાની ચૂંટણી કાર્યક્રમની જાહેરાતને કોંગ્રેસ પક્ષ આવકારે છે. : 25-10-2017
આજ રોજ ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી કાર્યક્રમ ઘોષણાને આવકારતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, લોકતંત્રના આ પર્વમાં ગુજરાતના મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની વિધાનસભાની ચૂંટણી કાર્યક્રમની જાહેરાતને કોંગ્રેસ પક્ષ આવકારે છે. ચૂંટણી પંચે જે રીતે કાર્યક્રમની જાહેરાત સમયે મુખ્યત્વે પાડોશી રાજ્યોમાંથી દારૂ- હેરાફેરી અટકાવવા માટે ચૂસ્ત વ્યવસ્થાની વાત કરી છે. સાથોસાથ પોલીંગ સ્ટેશનમાં સીસી ટીવી કેમેરા લગાવવાની પણ જાહેરાત કરી છે. કોંગ્રેસ પક્ષ આશા રાખે છે. ભારતીય ચૂંટણી પંચ તેમની બંધારણીય ફરજ અન્વયે તટસ્થ, પારદર્શક અને ભય વિના ચૂંટણી પ્રક્રિયાની કામગીરી કરશે. ભાજપે ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ થાય – મોડી થાય તે માટે ઘણાં પ્રયત્ન કર્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો